[kutchh] - મુન્દ્રા તાલુકામાં ઉદ્યોગો બેફામ બની ભૂગર્ભજળ ઉલેચી રહ્યા છે

  |   Kutchhnews

મુન્દ્રા | મુન્દ્રાના ભદ્રેશ્વરથી ટૂંડાવાંઢ સુધી 15 મહાકાય આૈદ્યોગીક એકમો આવેલા છે. જેમને હજારો લીટર પાણીની ખપત હોતાં બેફામ બની ભૂગર્ભજળ ઉલેચી પર્યાવરણને જફા પહોંચાડતા હોવા સબબની લેખિત ફરીયાદ જીલ્લા સમાહર્તા સમક્ષ કરાઈ છે.

જિલ્લા પંચાયતના સદસ્ય જત હાજી સલીમે કરેલ રજુઆતમાં સૂચિત મહાકાય એકમો થોડા થોડા અંતરે ભારે ક્ષમતા વાળા બોરમાં સબમરીન પમ્પ લગાવી તાલુકાનું જળભંડોળ ઉલેચી રહ્યા હોવા બાબત પર પ્રકાશ પાડ્યો છે.તેમજ આ ઉદ્યોગો પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક જરૂરીયાત પર તરાપ મારી તાલુકાની પ્રજા અને પશુઓને ક્ષારયુક્ત પાણીના હવાલે છોડી રહ્યા હોવાનો આક્રોશ દર્શાવ્યો છે.વિશેષમાં હાલ ભૂજળનું સ્તર 400 થી 450 ફૂટ નીચે ઉતરી ગયું છે.જેના કારણે ટીડીએસ પણ વધી ગયું હોવાથી તાલુકાવાસીઓ અત્યંત હલકી ગુણવતા વાળું પાણી પી રહ્યા હોવા તરફ અંગુલી નિર્દેશ કરી ઉદ્યોગોને પ્રજાના હિતમાં શુદ્ધ પાણી અંગે દરકાર કરવાની ફરજ પાડવામાં આવે તે માંગ કરી છે. અંતમાં જો ઉચિત પગલાં લેવામાં વિલંબ કરવામાં આવે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમક્ષ રજૂઆત કરી જન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_FrVDQAA

📲 Get Kutchh News on Whatsapp 💬