[kutchh] - મમુઆરાની પ્રાથમિક શાળાના છાત્રોનું આકાશવાણીમાં કિલ્લોલ

  |   Kutchhnews

ભુજ તાલુકાના મમુઆરા ગામની પ્રાથમિક કુમાર શાળાના બાળકોએ ગુરુવારે સાંજે આકાશવાણી ભુજ રેડિયો સ્ટેશનમાં કિલ્લોલ કાર્યક્રમ રજુ કર્યો હતો, જેમાં જોક્સ, ભજન, સંગીત અને વાર્તાઓથી મનોરંજન પિરસ્યું હતું.

આચાર્યા વૃંદાબેન જયકુમાર ગોરે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાંજે 5.30થી 6 વાગ્યા સુધી કાર્યક્રમનું પ્રસારણ કરાયું હતું, જેમાં મહેંક જાટીયાએ જોક્સ, પાર્થ સુથારે પ્રાર્થના, ભજન, ધૂન અને જોક્સ, ધર્મેન્દ્ર પરમારે સંગીત, દિગ્વિજય ચૌહાણે બાળગીત અને ઢોલ ઉપર તાલ, તૃપ્ત ગુંસાઈએ વાર્તા અને હાસ્ય સમાચાર રજુ કર્યા હતા. ધીરેને ગુરુ અને શિષ્ય વિશેની વાતો રજુ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરેન પરમાર કર્યું હતું. સરકારી પ્રાથમિક શાળા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવાની પ્રવૃતિને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે બિરદાવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TwL_6AAA

📲 Get Kutchh News on Whatsapp 💬