[kutchh] - રાપરમાં ગ્રામજનો વિફર્યા પ્રાથમિક શાળા નં.3ને તાળાબંધી

  |   Kutchhnews

તાલુકા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી કરેલી રજુઆતનો નિર્ણય ન આવતા રાપરની સલારી નાકા પ્રાથમીક શાળા નં.3ના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિવિધ માગણીઓ ન સંતોષા અને શિક્ષકોની ઘટ ન પુરાય ત્યાં સુધી શાળાને તાળા બંધી કરી હતી.

રાપર શહેર માં સલારી નાકા વિસ્તાર અને સમાંવાસમાં આવેલી શાળા નં.3ને આજે શિક્ષકો ની હાજરીમાં જ રોષે ભરાયેલા વાલીઓ તથા 350 થી વધુ વિદ્યાર્થીઓ દ્વ્રારા જ્યાં સુધી શાળામાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકો ની નિમણુંક નહિ કરાય ત્યાં સુધી શાળા ને તાળા બંધી કરાશે તેવી રજુઆત શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉગ્ર રૂપે કરી હતી .

ઉલ્લેખનીય છે કે સલારી નાકા પ્રા.શાળા નં.3માં છેલ્લા 3 વર્ષ થી ગણિત અને વિજ્ઞાન ના શિક્ષકો નથી તો શાળાના પ્રાગણમાં રૂમ કરી આપવાની રજુઆત પણ કરેલી છે. આગાઉ અનેક વખત રજૂઆતો સંબધિત તંત્ર ને કરાઈ છે જેમાં પ્રા.જિલ્લા શિક્ષણ કચેરી.મામલતદાર. જિલ્લા પંચાયત કચેરી.મુખ્યમંત્રી સહિત દરેક જવાબદાર તંત્રને રજુઆત કરેલી છે. ઓરી રુબેલા રસીકરણ વખતે આવેલા ડી.ડી.ઓ.પ્રભવજોશીને રૂબરૂ રજુઆત પણ કરેલી હતી તેવું અનિલ ધેયદા, મુરજીભાઈ પરમાર, હંસાબેન, રાયમલ પરમાર, દિવ્યા રમેશભાઈ મેરિયાસહિત ના વાલીઓએ જણાવ્યું હતું.આગામી સમય માં જો યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો બાળકોને સ્કૂલે નહિ મુકવાની સાથો સાથ બાબા આંબેડકર, શહીદ ભગતસિંહ, અને મહાત્મા ગાંધીજીના રસ્તે ચાલવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lsNV5AAA

📲 Get Kutchh News on Whatsapp 💬