[kutchh] - 5 વર્ષેથી પે સ્કેલના કામદારોને ન મળતા પગાર વધારા અંગે રજુઆત

  |   Kutchhnews

કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઇન્ટુક) ફેડરેશનના નેતાઓ આગામી તા.28 અને 29 પોતાની આંતરિક બેઠક કરી બઘા પે સ્કેલમાં કામદારોને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ આવનાર પાંચ વર્ષ મળ્યા નથી તે માટે ફેડરેશનો અને કો-ઓર્ડિનેશન કમિટીના પ્રમુખ અને માજી સાંસદ લેખિતમાં ખાસ રજુઆત કરશે. મુંબઈ પોર્ટ ખાતે યોજાનારી બેઠકમાં આ મુદો ઉઠાવીને તેનું સમાધાન લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

આ બાબતે મોહનભાઇ આસવાણીએ જણાવ્યું કે, મુંબઇ પોર્ટ ખાતે વેજ બોર્ડની એક અગત્યની મીટિંગ આગામી 28 અને 29 તારીખે રાખેલ છે. આ બેઠકમાં ઇન્ટુક પોર્ટ ફેડરેશનના પ્રમુખ અને માજી સાંસદ પ્રભાત કુમાર સામંતરાય અને તેમની સાથે મોહનભાઇ આસવાણી પણ હાજર રહેશે. વેજ બોર્ડમાં જે પ્રશ્નોનું હલ થયેલ છે તેમાં ખાસ કરીને બઘા પેય સ્કેલમાં મોટી સંખ્યામાં કામદારોને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ આવનાર પાંચ વર્ષમાં મળતા નથી તે માટે ફેડરેશનનો અને ખાસ કરીને કો-ઓર્ડીનેશન કમિટીના પ્રમુખ અને માજી સાંસદ લેખિતમાં ખાસ રજુઆત કરેલ છે જેથી વેજ બોર્ડના પાંચ વર્ષના સેટલમેન્ટ માં કામદારોને સંર્પૂણ ન્યાય મળે જેથી પોર્ટ અધિકારીઓ અને કલાસ-3 અને 4 કામદારોમાં જે મોટી ખાઇ આવી ગઇ છે જેના કારણે અધિકારીઓને 17.50 ટકા લાભ શિપીંગ મંત્રાલયે અગાઉથી આપી દીધો છે અને જો અધિકારીઓનું વેજ બોર્ડ આવનારા દિવસોમાં સમાધાન થશે તો વર્ગ 3 અને 4ના કામદારોને મોટું નુકશાન પહોંચશે તેવી ભીતી છે તો આ અન્યાયની સામે ન્યાય મેળવવા માટે એક ખાસ યોજના બનાવી વેજ બોર્ડ સમક્ષ રજુઆત કરશે જેથી સેટલમેન્ટમાં કોઇ કચાશ કે અન્યાય ન થાય. તો આ અંગે શું નિર્ણય લેવાશે તેના પર કર્મચારીઓની મીટ મંડાઈ છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rtzR6QAA

📲 Get Kutchh News on Whatsapp 💬