[nadiad] - આખડોલથી રૂ.46 હજારના દારૂ સાથે એકની અટકાયત

  |   Nadiadnews

નડિયાદ રૂરલ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે મળેલ બાતમીના આધારે આખડોલ તાબેના રણછોડપુરા વિસ્તારમાં દરોડો કરી, વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પા ડી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે આખડોલ તાબે રણછોડપુરા વિસ્તારમાં વિનુ ઉર્ફે સુખા ગાંડાભાઇ પરમારે પોતાના ખેતરમાં આવેલ ઘરની ઓસરીમાં અતુલ ઉર્ફે ભૂરિયો રાજેશભાઇ ઉર્ફે રાજુ પરમાર (રહે.આખડોલ) ની સાથે મળી વિદેશી દારૂ સંતાડી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળતાં દરોડો કર્યો હતો. જેમાં પોલીસે વિનુ ઉર્ફે સુખા પરમારને વિદેશી દારૂની 92 બોટલ કિંમત રૂ.46,000 ની સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અતુલ પોલીસને જોઇને ફરાર થઇ ગયો હતો. આ મામલે ગુનો દાખલ કરી, મામલાની વધુ તપાસ નડિયાદ રૂરલ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એમ.પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mGM_AgAA

📲 Get Nadiad News on Whatsapp 💬