[nadiad] - કનિજ સીમમાં દારૂનું કટિંગ કેસમાં આરોપીઓને 8 દિવસના રિમાન્ડ
મહેમદાવાદ નજીક કનીજ ગામની સીમમાં દારૂના કટિંગ ઉપર મહેમદાવાદ પોલીસે દરોડો કરી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે અન્ય શખ્સો ન મળતાં તમામ 5 વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે કનીજ ગામની સીમમાં ઓ.એન.જી.સી.ના વાસણા 83 વેલની નજીક, નહેર સામે દારૂનું કટિંગ કરી રહેલા ગુરીન્દ્રસીંગ જશવંતસીંગ બહતરસીંગ રામદાસીયા શીખ (રહે.ગામ બગડાના, તા.જિ.ફતેગંજ સાહેબ, થાના બઢાલી આલાસીંગ,પંજાબ), જગરૂપસીંગ રગબીરસીંગ પ્યારાસીંગ શીખ (રહે.ગામ સોતલ, ગુરૂદ્વારા સાહેબ નજીક, પોસ્ટ ભજેડી, જિ.મોહાલી, પંજાબ) તથા સુખરામ મીંઠુ દેવકાદીન ચમારા (રહે.હાલ નાગરવેલ હનુમાન, ઉમેશભાઇ પાણેના મકાનમાં, અમરાઇવાડી, અમદાવાદ. મૂળ રહે. છત્તરપુર,તા.પટ્ટી, જિ.પ્રતાપગઢ, થાના અંતુર, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યા હતા. સ્થળ ઉપરથી ભારતીય બનાવટની કુલ 9867 બોટલ કિંમત રૂ.17,32,875 ની કબજે લઇ કુલ રૂ.35,79,375 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના આગામી તા.6-9-18 સુધીના 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3QCzcgAA