[nadiad] - ચરોતરમાં ગણેશજીની પ્રતિબંધિત POPની મૂર્તિનું બેરોકટોક થતું વેચાણ

  |   Nadiadnews

ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ ઉપર પ્રતિબંધ હોવા છતાં શહેર સહિત જિલ્લાભરમાં પી.ઓ.પી.ની પ્રતિમાઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જોકે દરસાલની જેમ આ વર્ષે પણ પી.ઓ.પી.ની પ્રતિમા ઉપરનો પ્રતિબંધ કાગળ ઉપર યથાવત રહ્યો છે. તા.13 મી સપ્ટેંબરથી શરૂ થતાં ગણેશોત્સવને લઇને હાલમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશાળ મૂર્તિઓના ઓર્ડર બુક થઇ ગયા છે અને તે મુજબની પ્રતિમાઓ પણ તૈયાર થઇ ગઇ છે. નાની - મોટી હજારો પ્રતિમાઓને હાલમાં સ્થાપન પહેલા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નડીયાદ શહેરમાં ઇન્દિરા નગરી, ઉત્તરસંડા રોડ ઉપર, ભૂમેલ તથા અન્યત્ર પણ મૂર્તિઓનું બુકિંગ અને વેચાણ શરૂ થયું છે. જોકે દરસાલની જેમ આ વર્ષે પણ પર્યવારણની વાતો કરી પીઓપીની પ્રતિમાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ આ પ્રતિબંધ માત્ર કાગળ ઉપર જ રહ્યો હોવાનું જોવા મળે છે. શહેર અને જિલ્લામાં સર્વત્ર પીઓપીની પ્રતિમાઓનું વેચાણ થઇ રહ્યું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/y-B7HwAA

📲 Get Nadiad News on Whatsapp 💬