[nadiad] - ઠાસરાના બાધરપુરા નજીક અકસ્માતમાં 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું

  |   Nadiadnews

ડાકોર નજીક બાધરપુરા ગામની સીમમાં લક્ઝરી બસની અડફેટે આવેલ એક માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. જે મામલે ઠાસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઠાસરા તાલુકાના બાધરપુરા ગામે રહેતા બળવંત રણજીતભાઇ પરમારનો પાંચ વર્ષનો પુત્ર ઉત્તમ ગતરાત્રિએ બાધરપુરા ગામની સીમમાં રોડની સાઇડમાં ઉભો હતો, તે સમયે બેફામ ગતિએ પસાર થઇ રહેલ લક્ઝરી બસ નંબર જીજે-02-ડબલ્યુ-‌1499ના ચાલકે ઉત્તમને અડફેટે લેતાં તેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળ ઉપરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે ઠાસરા પોલીસ દ્વારા લક્ઝરીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mfWayQAA

📲 Get Nadiad News on Whatsapp 💬