[nadiad] - નડિયાદના 32 લાખના મોબાઇલ ચોરી પ્રકરણમાં શકમંદોની તપાસ હાથ ધરાઇ
નડિયાદ શહેરના બસ મથક વિસ્તારમાં 18 ઓગસ્ટની રાત્રે શહેરની એક મોબાઇલની દુકાનમાંથી અંદાજીત 32 લાખ રૂપિયાના મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હતી.
તસ્કરો અને ચોરીની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. જેના આધારે એલ.સી.બી. અને શહેર પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોરીના આ ગુનામાં પરપ્રાંતિય ટોળકીની સંડોવણીની આશંકાના આધારે હાલમાં તે દિશામાં, આ પ્રકારના ગુનામાં સંડોવાયેલ પરપ્રાંતિય ટોળકીની તપાસ કરવામાં આવી રહી છે.
નડિયાદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ જે.કે.મોબાઇલની દુકાનમાં ગત તા.18-8-18 ના રોજ શટર ઉચું કરી, દુકાનમાં પ્રવેશી, અલગ અલગ કંપનીના 120 જેટલા મોબાઇલ ફોન કિંમત રૂ. અંદાજે 32 લાખની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના અને ચોરીને અંજામ આપનાર તસ્કરો સી.સી.ટી.વી. માં કેદ થયા હોઇ તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EyjikwAA