[narmada] - કરજણ ડેમની સપાટીમાં વધારો થતાં બે ગેટ ખુલ્લા મુકાયાં, 2.20 લાખ ક્યુસેક પાણી છોડાતા પાંચ ગામને એલર્ટ કરાયાં

  |   Narmadanews

રાજપીપળા: રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમની સપાટી 110.02 મીટરના રુલ લેવલને વટાવીને 111.12 મીટરે પહોંચી જતાં સોમવારે સવારે ડેમના બે ગેટ 40 સેમી જેટલા ખોલીને 4,441 કયુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ડેમ 83.87 ટકા ભરાયેલો હોવાથી તેને 108.02 મીટરની સપાટી સુધી ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે. ડેમમાંથી સવારે 10.30થી સાંજના 6.30 વાગ્યા સુધી ચાર એમસીએમ પાણી છોડી દેવાયું હતું પરંતુ ઉપરવાસમાંથી વરસાદના પાણીની અાવક વધી જતાં ડેમની સપાટી ઘટવાને બદલે વધીને 112.28 મીટરે પહોંચી હતી. ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને નદી કિનારે ન જવા તાકીદ કરવામાં આવી છે.

દેડીયાપાડા અને સાગબારામાં થઇ રહેલા વરસાદને કારણે કરજણ જળાશયમાં નવા નીર આવી રહયાં છે. સોમવારે ડેમની સપાટી 110.02 મીટરના રૂલ લેવલને વટાવીને 111.21 મીટરે પહોંચી જતાં સવારે 10.30 વાગ્યે ડેમના એક અને પાંચ નંબરના દરવાજાને 40 સેમી સુધી ખોલીને નદીમાં 4,441 કયુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. સવારે 10.30થી સાંજના 6.30 વાગ્યા સુધીના 8 કલાકમાં ડેમમાંથી કરજણ નદીમાં 4 એમસીએમ પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરવાસમાંથી પાણીની અાવક 5,129 કયુસેક થઇ જતાં ડેમમાંથી પાણી છોડાઇ રહયું હોવા છતાં સપાટીમાં વધારો થઇ રહયો છે. સાંજે કરજણ ડેમની સપાટી 112.28 મીટર નોંધાઇ હતી. કરજણ નદીમાં પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી હતી જેને પગલે રાજપીપલા શહેરસહીત ભદામ, ભચરવાડા, હજરપુરા, ધમણાચા, ધાનપોર ગામનાં લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના આપવામાં આવી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AHkDGwAA

📲 Get Narmada News on Whatsapp 💬