[navsari] - કાર ચાલકે ઓવરટેકની લ્હાયમાં મોપેડ અને રિક્ષાને અડફેટે લીધા, ત્રણને ઇજા

  |   Navsarinews

બીલીમોરા: બીલીમોરા નજીકના દેવસર ગામ વલોટીથી બીલીમોરા તરફ આવતા એક મોપેડ એક્ટિવા ચાલકને બીલીમોરા તરફથી આવતી સ્વીફ્ટ કારે તેની આગળ ચાલતી રીક્ષાને ઓવરટેક કરવાની લ્હાયમાં રીક્ષાને અને એક્ટિવાને અડફેટે લેતા મોપેડ ચાલક અને પાછળ બેસેલા અને રીક્ષાના ડ્રાઈવર સહિત ત્રણ જણાને ઇજાઓ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરાયા હતા. રીક્ષાના 3 પેસેન્જરને સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ જતાં બીલીમોરા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઓવરટેક કરનાર કાર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો

રવિવારે મોડી સાંજે અશોક રમેશભાઈ હળપતિ, (19) રહે. બ્રહ્મદેવ,વલોટી નવા ફળીયા, તેના મિત્ર હિતેશ રાજુભાઇ હળપતિ, રહે. ખડીખાડી, સુગર ફેકટરી, ગણદેવીનાઓ સાથે હિતેશ ની એક્ટિવા મોપેડ નંબર જીજે.21.એસ.8870 લઈ રક્ષાબંધનના તહેવારને માટે વલોટીથી બીલીમોરા તરફ આવી રહ્યાં હતા. ત્યારે દેવસર પાટિયા પાસે પહોંચ્યા હતા.તે સમયે તેમની સામેથી બીલીમોરાથી ગણદેવી તરફ આવતી પેસેન્જર ભરેલી એક રીક્ષા નંબર જીજે.15.ટીટી.5718 આવી રહી હતી. તેની પાછળ એક લાલ કલરની સ્વીફ્ટ કાર નંબર. જીજે.21.એક્યુ.2586 એ આ પેસેન્જર ભરેલી રીક્ષાને ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી મોપેડને અડફેટે લીધી હતી. જેથી કારની ટક્કરે મોપેડ સવારો બંને હવામાં ફંગોળાઈ પટકાયા હતા. રીક્ષા પણ રોડ સાઈડ પર ઉતરી ગઈ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IXuFpQAA

📲 Get Navsari News on Whatsapp 💬