[navsari] - ચીખલીમાં ગેરકાયદે તમાકુ વેચનારા 31 વિક્રેતાને દંડ કરાયો
ચીખલી નગરમાં નિયમોનો ભંગ કરી તમાકુનું વેચાણ કરનારા 31 વેપારી પકડાતા તેને દંડ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા પોલીસનાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને તમાકુ નિયંત્રણ સેલ દ્વારા સોમવારે ચીખલી નગરમાં સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામાં આવ્યું હતુ. આ બંને ગ્રુપના સ્ટાફે ચીખલીમાં તમાકુનું વિતરણ કરતા વિક્રેતાઓને ત્યાં ચકાસણી કામગીરી કરી હતી. આ 31 વિક્રેતાઓને રૂ. 5350નો દંડ કરવામાં આવ્યો હતો.
આ ચકાસણી દરમિયાન COTPA એક્ટ-2003 નું અમલીકરણ થાય છે કે નહીં તે જોયું હતુ. ચકાસણીની કામગીરી દરમિયાન તમાકુના વિતરણ સ્થળે 18 વર્ષથી નીચેનાને તમાકુંનું વેચાણ કરવું દંડનીય ગુનો છે, એવી ચેતવણી આપતા પોસ્ટર ન હોય તથા શાળા-કોલેજની 100 વારની જગ્યામાં વેચાણ કરનારા સામે પગલા લીધા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SetUvwAA