[navsari] - બોરીયાચ ટોલનાકા ઉપર 1લી સપ્ટેમ્બરથી ટેકસમાં રૂ. 15 સુધીનો વધારો ઝીંકી દેવાશે

  |   Navsarinews

ચીખલી, ખારેલ: કેન્દ્ર સરકાર અને હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે નં. 48 પરના ટોલપ્લાઝા પર 1લી સપ્ટેમ્બરથી ટોલ ટેક્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પર 1લી સપ્ટેમ્બરથી ટોલટેક્સમાં સરેરાશ રૂ. 5થી 15 જેટલો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા લાખો વાહનચાલકોએ વધારે ટેક્સ ચૂકવવાની નોબત આવશે. બીજી બાજુ હાઈવે ઉપર હજુ પણ ઘણી સુવિધા વધારવામાં હાઈવે ઓથોરિટી નિષ્ફળ જવા પામી છે. નવસારી નજીક આવેલા આ બોરિયાચ ટોલનાકાર પર રોજિંદા 30 હજાર વાહનોની અવરજવર થાય છે.

બોરિયાચ ટોલનાકા પરથી રોજિંદા 30 હજાર વાહનોની અવરજવર થાય છે

નવસારી નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 48 પર નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પર 1લી સપ્ટેમ્બરથી ટોલટેક્સના ભાવોમાં રૂ. 5થી 15 સુધીનો વધારો ઝીંકવામાં આવતા જેના ઘેરા પ્રત્યાઘાતો વાહનમાલિકો અને વાહનચાલકોમાં પડ્યા છે. કેન્દ્ર સરકાર અને હાઈવે ઓથોરિટી દ્વારા ટોલટેક્સમાં જે વધારો કરવામાં આવ્યો છે એ જોતા હાઈવે ઉપર વાહનો માટે જે સુવિધા ઉભી કરવી જોઈએ. એ સુવિધાઓનો ઠેર ઠેર અભાવ જોવા મળી રહ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/f40hOAAA

📲 Get Navsari News on Whatsapp 💬