[navsari] - ભેંસ આવી જતાં રિક્ષા સાથે અથડાયેલા બાઇક સવાર બે યુવક પૈકી એકનું મોત
નવસારીને અડીને આવેલા જમાલપોરમાં સ્ટેટ હાઇવે ઉપર મોડી સાંજે નવસારીથી ઇટાળવા જતા બાઇકને અકસ્માત થતા બાઇક ઉપર સવાર એક યુવાનનું તો સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતુ. જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ નવસારી ઠક્કરબાપા વાસ અને મિથીલાનગરી વિસ્તારમાં રહેતા બે મિત્રો ગૌરવ રાઠોડ અને સુનીલ દેવજીભાઇ પરમાર તેમની ડ્યુક બાઇક નં.જીજે.21.બી.એચ.0733 ઉપર સવાર થઇ નવસારીથી ઇટાળવા તરફ જઇ રહ્યાં હતા. તેમની બાઇક જમાલપોરમાં ગંગાવીલા સામેથી પસાર થતી હતી ત્યારે રોડ ઉપરથી પસાર થતી એક ભેંસ સાથે બાઇક ભટકાઇ બાદમાં રીક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો એવી જાણકારી મળી છે. મોડી સાંજના સમયે થયેલ આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર ગૌરવ રાઠોડ નામના યુવાનનું તો સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય બાઇક સવાર સુનીલ દેવજીભાઇ પરમારને શરીરે ગંભીર ઇજા થતા તેને તાબડતોડ સારવાર માટે નવસારીની પારસી હોસ્પિટલમાં ...અનુ. પાના નં. 2
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/EskMxwAA