[navsari] - સમસ્ત ગુજરાતી ભંડારી સમાજનું ચિંતન સ્નેહમિલન
નવસારી | સમસ્ત ગુજરાતી ભંડારી સમાજનું ચિંતન સ્નેહમિલન નવસારીના પ્રસંગ પાર્ટીપ્લોટ મુકામે યોજાયું હતુ. ગુજરાત રાજ્યનાં ભંડારી સમાજનાં જ્ઞાતિમંડળો, મહિલા મંડળો, યુવાપાંખનાં નારગોલ ઉમરગામથી અમદાવાદ મહારાષ્ટ્ર સંઘપ્રદેશ દાદરા નગરહવેલી દીવ દમણના ગુજરાતી ભંડારી સમાજના હોદ્દેદારો આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા. સભાઅધ્યક્ષસ્થાને રાજેન્દ્રભાઇ પટેલ ઉમીયા પરિવાર ભીલાડ, ઉપાધ્યક્ષ તેમજ અતિથિવિશેષ દિનેશભાઇ વાડીવાલા, ભંડારીજ્ઞાતિ મહિલામંડળ પ્રમુખ અનીતાબેન ભંડારી ઉપસ્થિત રહ્યાં હતા. મહેમાનોનાં હસ્તે દીપપ્રાગટ્ય બાદ અવસાન પામેલાં સભ્યો માટે શ્રધ્ધાંજલિ અપાઇ. સભામાં પધારેલાં ભાગવતાચાર્ય મિતેષભાઇ જોષી (વલસાડ) આશીર્વચન આપતા સમાજનાં સંગઠનને શુભેચ્છા આપી કુરિવાજ, લાસન, બદીમાંથી છૂટી યુવાનોને સંગઠિત બનવા જણાવ્યું હતું. બારડોલીનાં અશોક ભંડારીએ સહુને આવકારી સ્વાગત કર્યુ હતુ. આ સભામાં સમાજના મંડળનું નામાભિધાન શ્રી સમસ્ત ગુજરાતી ભંડારી સમાજ ‘સર્વાનુમતે મંજૂર કરાયું હતુ.’ નવાં વરાયેલાં પ્રમુખ રાજેન્દ્રભાઇ ગજાનનભાઇ પટેલ ઉમીયા પરિવાર ભીલાડ ઉપપ્રમુખ અશોકભાઇ ભંડારી (બારડોલી) અને દિનેશભાઇ વાડીવાલા (સુરત), મહામંત્રી શૈલેષભાઇ પટેલ (ભદેલી, હાલ.નવસારી), સહમંત્રી હેમાબેન ભંડારી નવસારી તથા રાજેશ્રીબેન ભંડારી દેવસર બીલીમોરા સભામાં સમાજ ઉત્કર્ષ શિક્ષણ પ્રગતિ, સંગઠન બાબતે સુચનો કરાયા હતા. ડો.શૈલેષભાઇ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/35ilfAAA