[palanpur] - અંબાજીના કોટેશ્વર પાસે બે ગાડીમાંથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

  |   Palanpurnews

અંબાજી પોલીસે બાતમીના આધારે રવિવારે કોટેશ્વર રોડ પર નાકાબંધી કરી હતી. જેમાં ત્યાંથી પસાર થતી બે જુદીજુદી કારોને રોકવી તેમાં તલાસી લેતા વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે કિંમત રૂપિયા 8.23 લાખના મુદ્દામાલ સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંબાજી પોલીસે રવિવારે કોટેશ્વર રોડ પર નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ત્યાંથી પસાર થતી સિફ્ટ ગાડી નંબર જીજે-15-સીબી-2778 ને રોકાવી તેમાં તલાસી લેતા વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ નંગ-1036 કિંમત રૂપિયા 1,20,400 તેમજ ગાડીની કિંમત રૂપિયા 2.50 લાખ મળી કુલ કિંમત રૂપિયા 3,74,400 ના મુદ્દામાલ સહિત બે શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે બીજી ગાડી નંબર જીજે-5-જેકયું-7405 ને રોકાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1072 કિંમત રૂપિયા રૂ. 1,48,000 તેમજ ગાડીની કિંમત રૂપિયા 3 લાખ, મોબાઇલ નંગ-1 કિંમત રૂ.1 હજાર તેમજ રોકડ રકમ રૂ. 610 સહિત કુલ કિંમત રૂપિયા રૂ. 4,49,610 નો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pwlFVwAA

📲 Get Palanpur News on Whatsapp 💬