[palanpur] - અમદાવાદ ડેપોની અંબાજી જતી STબસ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, જાનહાની નહીં

  |   Palanpurnews

અંબાજી/ અમદાવાદ: યાત્રાધામ અંબાજી નજીક અમદાવાદના ચંડોળા ડેપોની એસ.ટી બસ 20 ફુટ જેટલાં ઊંડી ખીણમાં ખાબકી હતી. અંબાજીથી 11 કિલોમીટર દૂર રાણપુર ઘાટીમાં પહેલા એક અકસ્માત સર્જાયેલો ટેમ્પો હાઇવે માર્ગ પર વચ્ચે પડેલો હતો અને લોકોનાં ટોળા હાઇવે ઉપર જોતા એસ.ટી બસનાં ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં આ બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે બસના ડ્રાઈવરને ઈજા થતાં અંબાજી હોસ્પિટલ ખસેડાયા હતા. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી.

બસ અકસ્માત બાદ વીજ વાયરને સ્પર્શી

ચંડોળા ડેપોની ગુર્જર નજરી બસ અમદાવાદથી અંબાજી જઇ રહી હતી ત્યારે બસ ખીણમાં ખાબકી હતી. આ બસ માં 45 મુસાફરો સવાર હતા. ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસ વીજ વાયરને સ્પર્શી ગઈ હતી. સદનસીબે વીજ પુરવઠો બંધ હોવાથી મોટી હોનારત ટળી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/72r1LwAA

📲 Get Palanpur News on Whatsapp 💬