[palanpur] - મમતાથી દુર્ગતિ, સમતાથી સદગતિ મળે: નિરંજન સાગરસૂરી
પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલા તપાગચ્છ ઉપાશ્રય ખાતે જૈનગુરૂ નિરંજન સાગર સુરીશ્વરજીએ ધર્મસભા સંબોધતા જણાવ્યું હતું કે માનવી ક્રોધ વિવશ બનીને મનથી વચનથી એલફેલ બોલીને અનેકના જીવન બરબાદ કરે છે.શબ્દ રૂપી રમકડાની જેમ તેમ ઉછાળતો જિંદગી સુધી ઘા રૂંઝાતા નથી.જેમ કે “કાણી ભાભી મને પાણી આપો”તેમ કહીએ તો રસોડામાં રહેલી ભાભી વેલણનો ઘા કરીને માથું ભાગે. પરંતુ મીઠી વાણી ઉચ્ચારી “રાણી ભાભી મને પાણી આપો” તેવું કહીએ તો ભાભી પાણીને બદલે સરબત કે જ્યૂસ પીવડાવે. વ્યક્તિ વચનના ઘા કરીને ઘેર-ઘેર મહાભારતનું રિહર્સલ કરી રહ્યો છે.
ક્રોધથી રાતો-પીળો બનેલો માનવી હાથથી,શસ્ત્રથી મારામારી પર ઉતરી જતાં સ્વયં કાયદો હાથમાં લેવાનુ વર્તન કરતાં હાથકડી પહેરીને જેલમાં કેદી બને છે. એક વખત કબીરસંતને મળવા ત્રણ લોકો જઇ રહ્યા હતા.તેવામા રસ્તામાજ એક સાદા કપડા,માથે ટાલ વાળો માણસ મળતાજ મુંડીયો રસ્તામા મળ્યો જેથી અપશુકન થયા.તેવુ વિચારી એક વ્યક્તીએ માથે ટકોરો મોર્યો બીજાએ જોડાથી પ્રહાર કર્યો અને ત્રીજાએ માથે લાકડી ફટકારવા છતા.તે કંઈ જ બોલ્યા વિના રવાના થયો.જ્યારે ત્રણ વ્યકતીઓ ઘર શોધતા સંત કબીરને નિહાળતા જ રસ્તામાં જેને પ્રહાર કરેલ તે વ્યક્તિ જોતાં જ પશ્ચાતાપ કરતાં ત્રણેય વ્યક્તિઓ રડી પડ્યા. અને માફી માંગતા અમોએ આપશ્રીને ઓળખી ન શક્યા.ત્યારે કબીર સંતે કહ્યું કે જેની પાસે જે હોય તે આપે મારી પાસે ક્ષમા હતી એટલે મેં જતુ કર્યું. જૈન ધર્મ કહે છે કે “સમભાવ ભાવિ અપ્પા” હે આત્મન્ ! સમતાભાવ ધારણ કરતાં આત્માના ખજાનામાંથી (જેમ દરિયો શાંત હોય તો) રત્નો શક્તિઓ પ્રગટ થશે. કોઈ આગ બને તો તમે પાણી બનો તો જીવન સુખશાંતિ વાળું બને ગુસ્સાથી ધમધમતો આત્મા લાલ આંખ વાળો બને. મોઢું રાક્ષસ જેવું બને. શરીર ધ્રૂજતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અત્રે નરક જેવું સર્જન કરે છે. એ જ સમતાધારી,શાંતવાણી, સૈન્ય-રૂપે હસતે ચહેરે વાચતીત કરે તો સ્વયં સ્વર્ગનું સર્જન કરે છે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QtKfDgAA