[palanpur] - લડબી નદીમાં ગંદકી મામલે પર્યાવરણ વિદોની ટીમ સરકારને રિપોર્ટ સોંપશે

  |   Palanpurnews

પાલનપુરમા ગટરના ગંદા પાણીની પાઇપલાઇનોને લડબી નદીના પટમાં ખુલ્લેઆમ છોડી દેવાઇ છે.જેને લઇ શહેરના મોટાભાગના વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે. અને શહેરમા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે શહેરમાં ઠેરઠેર ખદબદતી ગંદકીનુ નિરીક્ષણ કરી યોગ્ય ઉકેલ માટેના પગલા ભરવા પર્યાવરણ અંગે કાર્યરત સંસ્થાના પર્યાવરણવિદો શહેરમાં ગંદકીથી ખદબદી રહેલા 20થી વધુ સ્થળોનુ નિરીક્ષણ કર્યુ હતુ.

વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને થતાં તેમને પર્યાવરણ બાબતોમાં કાર્યરત સંસ્થાઓને રજૂઆત કરતા શનિવારે સંસ્થાના પર્યાવરણવાદી આગેવાનો જાત નિરીક્ષણ અને અભ્યાસ માટે પાલનપુર આવી પહોંચ્યા હતા. અને શહેરના નાગરિકોને સાથે રાખી સદરપુર લેન્ડ ફિલ સાઇટ, રાજીવ આવાસ યોજના,માલણ રોડ પર કચરાની ડમ્પિંગ સાઇટ,ગટરના ગંદા પાણીથી ખદબદતું માનસરોવર,ભૂગર્ભ ગટરના નદીમાં છોડાતાં લાસ્ટ પોઈન્ટ, આકેસણ એસ.ટી.પી સ્થળ, આકેસણ તળાવ સહિત શહેરમાં જાહેરમાં વહેતા ગંદા પાણીના વિસ્તારો તેમજ જુદા જુદા સ્થળોની નિરીક્ષણ કર્યું હતું. જેમાં પીપલ્સ ઇન સેન્ટર સંસ્થાના અલ્કાબેન પલરેછા, હીરન્યા કે,પર્યાવરણ મિત્ર સંસ્થાના ડાયરેક્ટર મહેશકુમાર પંડ્યા, નાગરિક સશક્તિકરણ મંચના જતીનભાઈ શેઠ, તેમજ શહેરના બાબુભાઇ સૈની,હીદાયતુલ્લા પરમાર, કનુભાઇ, ઇલિયાસભાઇ, દેવીલાલ જાંગીડ સહિત લોકોએ નિરીક્ષણ કર્યું હતું. જે અંગે પર્યાવરણ નિષ્ણાતની ટીમે જણાવ્યું હતું કે આ અંગે અમે રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલી ગંદકીના નિવારણ અંગે પગલાં હાથ ધરીશું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/twdJzgAA

📲 Get Palanpur News on Whatsapp 💬