[palanpur] - સરકારી કચેરીઓમાં વચેટીયાઓ ફરતા હશે તો તેમની ખેર નથી

  |   Palanpurnews

પાલનપુરમાં સરકારી કચેરીઓમાં આવતી અભણ પ્રજાને ભોળવી વચેટીયાઓ પૈસા પડાવી તેમનું અધિકારીઓ પાસે કામ કરાવતાં હોવાનું જિલ્લા કલેકટરના ધ્યાને આવ્યું છે. જેથી કલેકટર દ્વારા આવા વચેટીયાઓ સામે લાલ આંખ કરી છે. જેને લઇ આ વચેટીયાઓ સરકારી કચેરીઓમાં ફરતા હશે તો તેમની ખેર નથી.

બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે મળેલ સત્તાની રૂએ જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય, જિ.પં. કચેરી, જિલ્લા સેવા સદન-2 બિલ્ડીંગમાં આવેલ કચેરીઓ, પાલિકા કચેરી, પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા અન્ય સરકારી કચેરીઓમાં રોજેરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી તમામ સરકારી કચેરીઓની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક શખ્શો એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે. અથવા તો ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરી ઉલટી સીધી વાતો કરી અરજદારોને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લાલચ આપવા જેવી પ્રવૃતિઓ કરી રહેલ હોવાનું જણાઇ આવ્યું છે. જેથી કલેકટર દ્વારા જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ આ જાહેરનામાનો કોઇ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bEr_VQAA

📲 Get Palanpur News on Whatsapp 💬