[panchmahal] - નસવાડીની શાળામાં જીવના જોખમે દરવાજાથી ચડી રોજ પાણીની ટાંકી ભરતા વિદ્યાર્થીઓ
નસવાડી:તાલુકામાં રક્ષાબંધનના બીજા દીવસે શ્રાવણનો સોમવાર હોય પ્રાથમિક શાળાઓ સવારની હોય જેને લઈ નસવાડી તાલુકાના મોટાભાગના શિક્ષકો રજા પર હતાં. જ્યારે નસવાડી તાલુકાની તરોલ, મેડીયા, ગઠ સીમેલના શિક્ષકો શાળામાં આવ્યા ન હતાં. પરંતુ તારીખ વગરના રજા રિપોર્ટ મૂકી લાપતા બન્યા હતાં. તરોલ મોટી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના રૂમ પર મૂકેલ પાણીની ટાંકી વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજાથી ઉપર જઈ ભરતા હતાં.
દરરોજ પાણી આ શાળાના વિદ્યાર્થીઓ ભરે છે. શિક્ષકોને બોર્ડ પર તારીખ લખવામાં પણ રસ ન હોય તેમ તારીખ અને વારના આંક એક ભૂંસી નાખે છે અને બીજા દીવસે ફકત એક આંક લખવાના હોવા છતાં લખતા નથી. એકબાજુ મિશન વિદ્યાની કામગીરી ચાલે છે. છતાં શાળાઓમાં શિક્ષકો સમયસર પહોંચતા નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઇ રાઠવાના જણાવ્યું હતું કે શાળામાં રજા રિપોર્ટ મુક્યા વગર ગેરહાજર શિક્ષકો અને રજા રિપોર્ટ મુક્યો તો કોને જાણ કરી તે બાબતની તપાસ કરીશું. વિદ્યાર્થીઓને જે પાણી ભરવાનું કામ કરાવ્યું તે બાબતની પણ શિક્ષકોને નોટિસ આપી ખુલાસો માંગીશું....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pMweigAA