[patan] - કુણઘેર ચુડેલધામમાં 73 ફૂટ ઊંચી શિવજીના દર્શને શ્રાવણના સોમવારે ધસારો

  |   Patannews

પાટણથી 10 કિમી દૂર આવેલું ચુડેલ માતાના ધામથી જાણિતું કુણઘેર ગામ હવે 73 ફૂટ ઊંચી શિવજીની મહાકાય પ્રતિમાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભગવાન ભોળાનાથની આ પ્રતિમા જમીનથી 73 ફૂટ અને બેઠકથી 54 ફૂટ ઊંચી છે. તેની સન્મુખ 12 જ્યોર્તિલિંગ, શિવપુરાણના 12 અધ્યાય દર્શન, શિવજીના 21 અવતારો, નંદી, કાચબો, શિવ પરિવાર સ્થાપિત કરાયો છે એટલે કે સંપૂર્ણ શિવધામ અહીં દર્શનિય છે. શિવધામમાં ભવ્ય ગૌશાળા પણ તૈયાર કરાઇ છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની લીલા અને જીવનચરિત્રને તાદ્રશ કરતી મૂર્તિઓ છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોઇ પિકનિક સ્થળ બન્યું છે. આ શિવધામ હાઇકોર્ટ ઓફ કુણઘેર નામે પ્રચલિત ચુડેલ માતાજીના મંદિર પાસે જ આવેલું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/C7ZcsAAA

📲 Get Patan News on Whatsapp 💬