[patan] - ચાણસ્મામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મંત્રીના હસ્તે પ્રારંભ

  |   Patannews

ચાણસ્મા તાલુકા મથકે જિલ્લા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, પાટણ દ્વારા રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

નોંધણી કરાવેલા શ્રમિકોને ભોજન રૂ.10માં મળશે. ચાણસ્મા સરદાર ચોકે સવારે 7 થી 11 સમય ટ્રીફિન મળશે. શ્રમિકોને જિલ્લા પંચાયતમાં નોંધણી કરાવી સરકારી યોજનાનો લાભ લેવા દિલીપ ઠાકોરે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં શાબ્દિક પ્રવચન જિલ્લા ઓફિસર શ્રમ યોગી કલ્યાણ બોર્ડ પાટણ શ્રીમતી ઝંખનાબેન ઠાકર, સ્વાગત ઉદ્દબોધન દેવાંગભાઇ સુથારે અને આભારવિધી સેજલબેન પટેલે કરી હતી. કાર્યક્રમમાં સંગઠનના ભગવતીબેન પટેલ, મુકેશભાઇ પટેલ, દશરથજી ઠાકોર, નવીનભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, જયેશભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, બાબુજી ચાવડા, ટીડીઓ ત્રિવેદી, ચીફ ઓફિસર ભરતભાઇ સુથાર, પાલિકા અને તાલુકાના સભ્યો, સહિત શ્રમિક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/4-MrcQAA

📲 Get Patan News on Whatsapp 💬