[patan] - પાટણમાં રહેણાંક મકાનમાંથી રૂ.2800નો વિદેશી દારૂ ઝડપાયો

  |   Patannews

પાટણ એલસીબીએ બાતમી આધારે રેડ કરતાં પાટણમાં રહેણાંક મકાનમાંથી રૂ. 2800નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં બુટલેગર ફરાર થઇ ગયો હતો.

સોમવારના રોજ પાટણ એલ.સી.બી પોલીસને મળેલ બાતમીના આધારે પાટણ શહેરમાં વિહાર ટેનામેન્ટના બ્લોક નંબર 35 રહેતા નરેન્દ્ર ઉર્ફે નંદુ જયંતીભાઈ પ્રજાપતિ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરતો હોય જે બાતમીના આધારે એલસીબી પોલીસે ઓચિંતો છાપો મારી ઘરમાં રહેલી સેટી પલંગના નીચેના ભાગે થી વિદેશી દારૂની બોટલ નંગ- 8 કિંમત રૂ. 2800નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની રેડ દરમિયાન નરેન્દ્ર ઉર્ફે નંદુ સ્થળ પર હાજર નહીં મળતા એલ.સી.બી પોલીસે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એ ડિવિઝન પીએસઆઈ સી.કે ચૌધરીએ હાથ ધરી છે .

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PeoLUwAA

📲 Get Patan News on Whatsapp 💬