[patan] - 4 વર્ષથી પાટણ સિવિલ બચાવો સહી અભિયાન ચાલે છે છતાં સરકાર મૌન

  |   Patannews

પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ બચાવો સહી અભિયાન ઝુંબેશનો 161 મો સોમવાર સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરના આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ કે છેલ્લા ચાર વર્ષથી સિવિલ બચાઓ સહી અભિયાન છતાં સરકાર મૌન છે.

ચાર વર્ષથી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરાયેલ સિવિલ બચાવો સહી અભિયાન ઝુંબેશ છતાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા લોક ભાગીદારીથી શહેરના મધ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનેલી સિવિલમાં તબીબી સુવિધાઓ જરૂરી દવાઓ અને જરૂરિયાત મુજબની સુવિધાઓ દિવસે દિવસે છીનવાઇ રહી છે. ત્યારે આવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની જગ્યાએ સરકાર પણ સિવિલ મામલે ઓરમાયુ વર્તન રાખી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરાયેલ સિવિલ બચાઓ સહી અભિયાન ઝુંબેશને સમર્થન આપી સિવિલ હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ તેમજ જરૂરી તબીબી સ્ટાફ ઉપલબ્ધ બનાવે તેવી માંગ સિવિલ હોસ્પિટલ સહી અભિયાન ઝુંબેશને સમર્થન આપનારા દર્દીઓ તેમજ તેના પરિવારજનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો ની માંગ પ્રબળ બનવા પામી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-l7kJwAA

📲 Get Patan News on Whatsapp 💬