[porbandar] - 37 વર્ષ પૂર્વે સ્થાપિત કરાયેલ પંચનાથ મહાદેવના મંદિરે શૃંગાર દર્શન યોજાયા

  |   Porbandarnews

પોરબંદરમાં ઝુરીબાગ પાસે હર્ષદ પ્લોટમાં આવેલ પંચનાથ મહાદેવ મંદિર શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા 37 વર્ષ પૂર્વે પંચનાથ મહાદેવની વિધીવત સ્થાપના કરવામાં આવી હતી. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મહાદેવ મંદિરના મહન્ત રામહર્ષદાસજી મહારાજના હસ્તે સ્થાપના કરાઈ હતી. આ મંદિરમાં શિવપુત્ર ગણપતિ અને કાર્તિકેય સાથે માં પાર્વતીની પણ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમની સાથે ભગવાન શિવનું વાહન નંદી, ગણપતિનું વાહન મૂષક અને કાર્તિકેય નું વાહન મોર તેમજ અન્નપૂર્ણા, શીતલા માતાજી, હનુમાનજી પણ મંદિરના પરિસરમાં બિરાજમાન છે. આ મંદિરમાં પંચનાથ મહાદેવના દર્શન માટે શ્રાવણ માસમાં ભક્તજનોની લાંબી કતારો લાગી રહી છે. શ્રાવણ મહિનાના સોમવારે અને અમાસના દિવસે પુષ્પરંગોળી, હિમાલય, દ્વાદશ જ્યોતિર્લીંગ, કૈલાશ દર્શન, અમરનાથ દર્શન, શિવપાર્વતી પરિવાર દર્શન વગેરેનું આયોજન કરાઈ રહ્યું છે. સાથોસાથ એકાદશીએ ફળફૂલ અને કલાત્મક હીંડોળાના દર્શન પણ યોજવામાં આવે છે. ઓમ આકારની 108 દીપમાળા સાથે આરતી કરવામાં આવે છે. આ મંદિરના સુંદર મજાનું વ્યવસ્થાપન અશોકભાઈ માલમ, ધર્મેશભાઈ પરમાર, નાથાભાઈ સહિતના લોકો જાળવી રહ્યા છે. આ મંદિરમાં બિરાજમાન પંચનાથ મહાદેવના દર્શન કરી શિવભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પણ અહીં સિદ્ધ થતી હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું હતું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0MHPUgAA

📲 Get Porbandar News on Whatsapp 💬