[rajkot] - ગોરસ લોકમેળામાં તસવીર સ્પર્ધા યોજાશે

  |   Rajkotnews

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાં રેસકોર્સમાં પ્રતિવર્ષ રાંધણછઠ્ઠથી યોજાતા પરંપરાગત અને પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળામાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. આ વખતના ગોરસ લોકમેળામાં તસવીર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઇપણ નાગરિક ભાગ લઇ શકશે. ગોરસ લોકમેળા કેન્દ્રિત આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ શ્રેષ્ઠ તસવીરને પુરસ્કાર અપાશે તેમ જિલ્લા કલેક્ટર ડો.ગુપ્તાએ જણાવ્યું હતું.

રેસકોર્સના મેદાનમાં તા.1 થી 5 સપ્ટેમ્બર સુધી યોજાનારા ગોરસ લોકમેળામાં મહાલતું જનજીવન, ભાતીગળ પહેરવેશ, આનંદપ્રમોદની પ્રવૃત્તિ, મેળાના આકર્ષણ, સ્ટોલ્સ સહિતની બાબતો તસવીરમાં કેન્દ્ર સ્થાને હોવી જોઇએ.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lPTeAAAA

📲 Get Rajkot News on Whatsapp 💬