[rajkot] - પુત્ર જન્મના નવમા દિવસે જનેતાએ અનંતની વાટ પકડી
ટંકારાના હિરાપર ગામે પરપ્રાંતીય મહિલાનું પુત્રના જન્મના નવમા દિવસે મોત નીપજ્યું હતું. હિરાપરમાં દોરાની ફેક્ટરીના ક્વાર્ટર્સમાં રહેતી બિહારી કવિતાકુમારી અર્જુનભાઇ રામે ગત19ના પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ પરિણીતાની તબિયત લથડતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ મોત નીપજ્યું હતું. કવિતાકુમારીના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા. પુત્રના જન્મથી રામ પરિવારમાં ખુશી છવાઇ હતી, પરંતુ તેમની ખુશી લાંબો સમય ટકી નહોતી અને માસૂમ બાળકે માતાની હૂંફ ગુમાવી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Pg5ZvgAA