[rajkot] - મેઘાણીના પૌત્રને આવ્યો વિચાર, રાજ્યમાં પ્રથમ રાજકોટના પોલીસ સ્ટેશનમાં શરૂ કરાવી'તી લાયબ્રેરી
રાજકોટ: પોલીસ સ્ટેશન જાવ ફરિયાદ લેવામાં મોડુ થાય, ઘણી વખત કોઇ કેસને લઇ પોલીસ બેસાડી રાખે તો શું કરવું. આવો ઝવેરચંદ મેઘાણીના પૌત્રને વિચાર આવ્યો હતો અને એકાદ વર્ષ પહેલા તેણે શરૂ કરી પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરી. રાજ્યમાં સૌ પ્રથમ વખત રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આવો પ્રયોગ કરી 75 જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા તેને દિવસેને દિવસે સફળતા મળતી જાય છે. રાજકોટ પોલીસ સુરક્ષા સેતુનો પણ સહયોગ રહ્યો હતો.
કંઇ રીતે આવ્યો વિચાર શું કહે છે મેઘાણી પૌત્ર
પોલીસમથકમાં લાયબ્રેરી શરૂ કરવાની પહેલ કરાવનાર મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીના કહેવા મુજબ પોતે અમદાવાદ પોલીસમથકે એક કામ માટે ગયા હતા. ત્યારે ત્યાં અરજદારો, ફરિયાદીઓ કે તેમની સાથે આવેલા સ્નેહીઓ કોઇને કોઇ કારણે ટાઇમ પાસ થતો ન હોય તેમ અકળાતાં દેખાતાં હતા. આવું જ રાજકોટમાં પણ બનતું હોય છે. પોલીસ સ્ટેશમાં ખોટા વિચારો કરે તેના કરતા બાળકો અને મહિલાઓ પુસ્તકો વાંચે તો, બસ આ વિચાર તત્કાલીન રાજકોટ કમિશનર ગેહલોત સરને વાત કરી કે આપણે પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરી શરૂ કરીએ તો. તેણે તરત જ હા પાડી હતી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tFhvoQAA