[rajkot] - મુશ્કેલીમાં વૃધ્ધને ઉપયોગી થાય તેવો ઇઝી ફોન થયો લોન્ચ

  |   Rajkotnews

રાજકોટ | ઝડપી સમયના યુગમાં બાળકોથી લઇ મોટેરાઓ સુધીના લોકો માટે હવે મોબાઇલ ફોન એક જરૂરિયાતનું સાધન બની જતા લોકો પાસે મોબાઇલ હોવો ખૂબ જ અનિવાર્ય બની ગયો છે. ત્યારે ગુજરાતના નામાંકિત મોબાઇલ રિટેલર પૂજારા ટેલિકોમ દ્વારા વૃધ્ધો મોબાઇલનો સરળતાથી ઉપયોગ કરી શકે તેવો ઇઝીફોન લોન્ચ કર્યો છે. મોબાઇલ લોન્ચ પ્રસંગે પૂજારા ટેલિકોમ વાળા યોગેશભાઇના માતા તેમજ સીઇઓ ડો.વિશાલ ખાસગીવાલા, ડિરેક્ટર દીપક ભટ્ટી, અંકુર કાલરિયા, કપિલ ખગ્રામ અને સિનિયર વર્ડ કંપનીના ઓફિશિયલ ઝાહીદ શેખ હાજર રહ્યા હતા. ઇઝી ફોનમાં એક એસઓએસ નામનું ઇમરજન્સી બટન રાખવામાં આવ્યું છે. જે બટન વૃધ્ધની મુશ્કેલીના સમયમાં કામ લાગે છે. બટન દબાવતાની સાથે જ ફોનમાં સેટ કરેલા પાંચ નંબરને તાત્કાલિક મેસેજ સેન્ડ થઇ જાય છે. આ મોબાઇલ ફોનમાં વૃધ્ધોને ધ્યાનમાં રાખી તમામ સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1-pIHgAA

📲 Get Rajkot News on Whatsapp 💬