[rajkot] - મહિલા સામે ચેક રિટર્નની ફરિયાદ
રાજકોટ રહેતા રોનક અનિલભાઇ પાલ નામના યુવાને જામનગરની સુનિતા વાઘવાણી સામે અદાલતમાં રૂ.5 લાખનો ચેક રિટર્ન થયાની ફરિયાદ નોંધાવી છે. રોનકભાઇને અને આરોપી સુનિતાના પિતા મિત્ર હોય અવારનવાર ઉછીના નાણાં લઇ જતા હતા અને બાદમાં પરત કરી દેતા હતા. દરમિયાન આરોપી સુનિતાના પિતા કિશોરભાઇએ રૂ.5 લાખની નાણાંની માગ કરી હતી. જેથી તેમને રૂ.5 લાખ આપ્યા હતા. જેની સામે મહિલા આરોપી સુનિતા વાઘવાણીએ ચેક આપ્યો હતો, પરંતુ ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/J7OW6AAA