[rajkot] - રાજકોટમાં 2 લાખની ઉઘરાણીમાં ઘર પર કર્યું'તુ 4 રાઉન્ડ ફાયરિંગ, CCTV આવ્યા બહાર

  |   Rajkotnews

રાજકોટ: શહેરમાં રવિવારે સાંજે બે સ્થળે ફાયરિંગ કરી પોલીસને પડકાર ફેંકનાર કુખ્યાત હિતેષ અને તેની ગેંગની ભાળ મેળવવામાં પોલીસને સફળતા મળી નથી. ગંજીવાડામાં રૂ.2 લાખની ઉઘરાણીના મુદ્દે યુવક પર અને તેના ઘર પર નામચીન શખ્સે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના સીસીટીવી બહાર આવ્યા છે. જેમાં રાતના અંધારામાં દીવાલ પર ફાયરિંગ કરતો નજરે પડે છે. ત્યારે અગાસી પર રહેલા વ્યક્તિએ પથ્થરનો ઘા કરતા ત્યાંથી નાસી છૂટ્યો હતો.

અબ્દુલભાઇ અને તેના પરિવારજનો મકાનની અગાશી પર ચડી ગયા હતા

ગંજીવાડામાં રહેતા અને જમીન મકાન લે-વેચનું કામ કરતાં અબ્દુલભાઇ સુલેમાનભાઇ જન્નર (ઉ.વ.40) અને તેના પરિવારજનો રવિવારે રાત્રે આઠેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે નામચીન હિતેષ ધનજી ખીમસુરિયા, પ્રવીણ ઉર્ફે પલિયો કોળી, સુરેશ ઉર્ફે વાકો કોળી અને લલ્લો બાવળિયા કારમાં ધસી ગયા હતા. હિતેષે અગાઉથી જ ફોન કરી ધમકી આપી હોવાથી અબ્દુલભાઇ અને તેના પરિવારજનો મકાનની અગાશી પર ચડી ગયા હતા. અબ્દુલભાઇને અગાશી પર જોતા જ હિતેષે તેમના પર ફાયરિંગ કર્યું હતું, પરંતુ તે નીચે બેસી જતાં તેનો બચાવ થયો હતો, ત્યારબાદ હિતેષ અને તેના સાગરીતોએ જન્નર પરિવારના મકાન પર ચાર રાઉન્ડ ફાયર કરી ભયનું વાતાવરણ સર્જી દીધું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IWbhDAAA

📲 Get Rajkot News on Whatsapp 💬