[rajkot] - વાયરલેસ ગર્ભ પરિક્ષણનું મશીન ઓનલાઇન નહીં સુરતથી લાવ્યાની કબૂલાત, રીમાન્ડની તજવીજ

  |   Rajkotnews

રાજકોટ: ચોટીલાની મણીરત્ન હોસ્પિટલમાં ઓનલાઇન ગર્ભ પરિક્ષણ થતું હોવાના બનાવમાં પોલીસે મુખ્ય સુત્રઘાર રમાના પાર્ટનરને ઝડપી લીધો છે. પોલીસની આકરી પૂછપરછમાં તેણે કબૂલાત આપી હતી કે, વાયરલેસ ગર્ભ પરીક્ષણનું મશીન ઓનલાઇન નહીં પરંતુ સુરતના કોઇ દર્શન નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યુ હતું. હાલ પોલીસે મુન્ના નામના આરોપીને કોર્ટમાં લઇ જઇ પાંચ દિવસના રીમાન્ડની માંગ કરી હતી.

11 પાસ રમા નામની મહિલા કરતી ઓનલાઇન ગર્ભ પરીક્ષણ

પોલીસે છટકુ ગોઠવી ઓનલાઇન ગર્ભ પરીક્ષણનો ભાંડો ફોડ્યો હતો. જેમાં વાયરલેસ મશીન દ્વારા ઘર બેઠા ગર્ભ પરીક્ષણનો ગોરખધંધો ચાલતો હતો. જેમાં પોલીસે 11 પાસ અને કમ્પાઉન્ડરમાં રહી ચૂકેલી રમા નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલીસને તેણે ગેરમાર્ગે દોરી હતી અને કહ્યું હતું કે આ મશીન ઓનલાઇન મંગાવ્યું હતું. પરંતુ પોલીસે હોસ્પિટલના માલીક સહિત ચારેક લોકોની ધરપકડ કરી છે. જેમાં રમાનો પાર્ટનર મુન્નાને પકડી લીધો હતો. તેને કબૂલાત આપી હતી કે આ મશીન સુરતથી લીધું હતું. આ મશીન સુરત કોની પાસેથી લીધું હતું, કેટલા પૈસામાં લીધું હતું, કેટલાનું લીધું હતું, અન્ય એજન્ટો કેટલા છે વગેરે પૂછપરછ રીમાન્ડ દરમિયાન કરવામાં આવશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vd23twAA

📲 Get Rajkot News on Whatsapp 💬