[rajkot] - 48 કલાકમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

  |   Rajkotnews

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો-પ્રેશર મજબૂત બન્યું છે, તેની સાથે અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે. જે આગામી 24 કલાકમાં ઉત્તર-ઓરિસ્સા, છત્તીસગઢથી વિદર્ભ પહોંચશે જેને પગલે મધ્યપ્રદેશ, રાજસ્થાનન, વિદર્ભનાં વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ આગામી 48 કલાકમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

સોમવારે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. સોમવારે અમદાવાદ સહિત ઇડર, વડોદરા, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગર અને મહુવામાં પા ઇંચથી અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર મજબૂત થવાની સાથે અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આગામી 48 કલાકમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0q7-QgAA

📲 Get Rajkot News on Whatsapp 💬