[surat] - અકસ્માતમાં 10ના મોતઃ ભાઈ કહીને ગયો'તો- બહેન જલદી રાખડી બાંધ, જવાનો સમય થઇ ગયો છે

  |   Suratnews

સુરતઃ બલેશ્વર ગામે ઈનોવા કારને રવિવારે થયેલા ગોઝારા અકસ્માતમાં 10 યુવાનોના મોત નીપજ્યાં હતા. રક્ષાબંધનના દિવસે ગોઝારા અકસ્માતમાં અનેક પરિવારોના માળા વિખરાઇ ગયા છે. જેમાં એક ધોરણ 10ના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. રક્ષાબંધનની રજામાં સાપુતારા ફરવા જવાની તક મળતા જ ઘરે આવી નાની બહેનને કહ્યું હતું કે, બહેન જલ્દી રાખડી બાંધી દે, મારે જવાનો સમય થઈ ગયો છે.

10 યુવાનોને કાળ ભરખી ગયો

કડોદરા નગરના યુવાનો રક્ષાબંધનના પર્વે ઇનોવા કારમાં ફરવા જતાં માત્ર 6 કિમીના અંતરે જ બલેશ્વર ગામે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 10 યુવાનોને કાળ ભરખી ગયો છે.આ યુવાનો ગાડી ખરીદવા સોદો કરવાના હતા. જોકે, તે પહેલા તે ટેસ્ટ કરવા માટે લોંગ ડ્રાઇવ સાપુતારા જવા નીકળ્યા હતા અને આ ગોઝારો અકસ્માત નડી ગયો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક કારને અંદાજીત સો મીટર જેટલી ધસડી જતા આટલા અંતરમા લોહી તેમજ માંસના લોચા જોતાં કઠણ કાળજાના માણસો પણ દ્રવી ઊઠ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pT9AwgAA

📲 Get Surat News on Whatsapp 💬