[surat] - કેરળ સાથે વેપાર કરતાં કાપડ વેપારીઓની હાલત કફોડી

  |   Suratnews

છેલ્લાં દોઢ વર્ષથી શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમાં કાપડની ખરીદીનો લાભ મળી રહ્યો નથી. ત્યાં તો કેરળમાં આવેલા પૂરના કારણે રક્ષાબંધન અને ઓણમની ખરીદીની સીઝનને અસર થઇ હતી. હજારો-કરોડો રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે. આ સાથે ફક્ત કેરળના માર્કેટ સાથે વેપાર કરતાં સુરતના 2500 જેટલા વેપારીઓની હાલાત કફોડી થઇ છે.

કેરળમાં સર્જાયેલી કુદરતી આફતના પગલે ત્યાંનું જનજીવન ખોરવાયું છે.ત્યારે શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ તેની અસર થઇ છે. રક્ષાબંધન અને ઓણમની અંદાજે 500 કરોડથી વધુની ખરીદીની સીઝનને તો અસર થઇ જ છે. આ સાથે પૂર પહેલાં રવાના થયેલા સુરતના વેપારીઓના કાપડના પાર્સલની પણ સ્થિતિ અંગે પણ સ્થાનિક જાણ નથી. આ સાથે ફક્ત કેરળના માર્કેટ સાથે સંકળાયેલા અંદાજે 2500થી વધુ વેપારીઓની હાલાત સૌથી વધુ બગડી છે. પેમેન્ટ સાઇકલ વિખેરાવાની સાથે 6 થી 8 મહિનો લેટ પેમેન્ટ બહારગામથી શહેરના વેપારીઓના ખાતામાં પડી રહ્યું છે. જેના કારણે રૂપિયાની ખેંચ તો છેલ્લાં એક વર્ષથી વર્તાઇ રહી છે આ સાથે કેરળના પૂરના કારણે હજુ 3 મહિના પેમેન્ટ અટવાય તેવો ભય પણ સ્થાનિક ઉદ્યોગકારોમાં જોવા મળી રહી છે. આ અંગે ટેક્સટાઇલ ઉદ્યોગ અગ્રણી નરેન્દ્ર સાબુના જ્ણાવ્યાનુસાર, રક્ષાબંધન અને ઓણમાં માોકલેલા માલની સ્થિતિ હજુ ખબર નથી. હજારો-કરોડો રૂપિયાનું પેમેન્ટ અટકી પડ્યું છે.હાલમાં ત્યાંની સ્થિતિને જોતાં વેપારી વર્ગ પણ પેમેન્ટની માંગણી કરી રહ્યા નથી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/J0yAHQAA

📲 Get Surat News on Whatsapp 💬