[surat] - ઘોડદોડ રોડના શો-રૂમ પાસે દબાણ તોડી 1 હજાર ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ

  |   Suratnews

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

પાલિકાની દબાણ હટાવ ઝુંબેશમાં અઠવા ઝોને ઘોડદોડ રોડ પર ઝેડ બ્લ્યુ શો-રૂમના ફ્રન્ટ માર્જિનનાં દબાણને તોડી પાડી 1 હજાર ચો.ફૂટ જગ્યા ખુલ્લી કરી હતી. તમામ ઝોનમાં મળી જાહેર સ્થાનોનાં દબાણો દૂર કરી 41 જેટલા લારી-ગલ્લાનાં દબાણો હટાવાયાં હતાં. સોમવારે યુકોનગર કેનાલ રોડ પર 18 લારીઓનાં દબાણો હટાવાયાં હતા. વરાછા ઝોને ઈશ્વરકૃપા, સીતાનગરથી અર્ચના સર્કલ સુધી અને નાના વરાછા-કાપોદ્રા કલ્યાણ કુટિર, ચીકુવાડીથી તપોવન સર્કલ સુધી ઓટલાનાં દબાણો દૂર કરી કુલ 4830 ચો.ફૂટ પાર્કિંગ જગ્યા ખુલ્લી કરી હતી. જ્યારે દિવાળી બાગ સોસાયટીમાં 12 મીટર પહોળા ટી.પી. રસ્તા પર દુકાનો-રેસિડેન્ટના નડતરરૂપ 2045 ચો.ફૂટ માપમાં જગ્યાનો કબજો લેવામાં આવ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gXgAxwAA

📲 Get Surat News on Whatsapp 💬