[surat] - રનવે વિસ્તરણ: ગેસલાઇન મુદ્દે ONGC મગનું નામ મરી પાડતું નથી

  |   Suratnews

જો એક જ દિવસ ગેસ સપ્લાય બંધ રહે તો રૂ. 400 કરોડથી વધુનું નુકસાન, જે હયાત એરપોર્ટના નિર્માણ ખર્ચથી પણ વધી જાય છે

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સુરત એરપોર્ટ પર રન-વે વિસ્તરણનું કોકડું વધુ ગૂંચવાયું છે.એરપોર્ટ નીચેથી પસાર થતી ગેસની પાઇપલાઇન રન-વે વિસ્તરણ માટે નડતરરૂપ હોવાથી પાઇપલાઇનનું રી-રાઉટિંગ કે કવરિંગ કરવું જરૂરી હોવા છતાં ય આ બાબતમાં સ્થિતિ જૈસે થે બની રહી છે. ઓએનજીસી દ્વારા આ મામલે મગનું નામ મરી નહી પાડતા રન-વે વિસ્તરણની પ્રક્રિયા ઘોંચમાં પડી છે. આ મામલે હવે ચેમ્બર ઓફ કોમર્સ પણ મેદાનમાં આવ્યું છે અને પેટ્રોલિયમ , નેચરલ ગેસ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને રજૂઆત કરાશે. એરપોર્ટ નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઇન મામલે એએઆઈ અને સ્થાનિક તંત્રની મીટિંગ બાદ પણ કોઈ નિર્ણય સુધી પહોંચી શકાયું ન હોવાથી હવે નેચરલ ગેસ મિનિસ્ટર મારફતે આને ઉકેલવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આગામી 1 તારીખે સુરત આવી રહેલા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પાસે ચેમ્બર દ્વારા સમય માંગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રન-વે 04ને 2,901 મીટરથી વધારીને 3,810 મીટર સુધી લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Va1JAAAA

📲 Get Surat News on Whatsapp 💬