[surat] - વરાછાના હિરાબાગ સર્કલ ખાતેથી પસાર થતી કારમાં અચાનક આગ લાગતાં લોકોમાં ફેલાયો ભય

  |   Suratnews

સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલા હિરાબાગ સર્કલ નજીકથી પસાર થતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી કારમાં સવાર દંપતી પોતાનો જીવ બચાવની નીચે ઉતર્યા હતાં.જો કે, આગ એટલી પ્રચંડ હતી કે સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.

કારમાં આગ લાગતાં ફેલાયો ભય

વરાછાનો હિરાબાગ વિસ્તારમાં પાટીદારો મોટી સંખ્યામાં રહે છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી કોઈ હિંસા ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન મોટા વરાછા ખાતે રહેતા હરેશભાઈ દેસાઈ પત્ની સાથે ઘરેથી નીકળી અંકુર ચાર રસ્તા તરફ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન હિરાબાગ નજીક બોનેટમાંથી ધૂમાડા નીકળવા લાગ્યાં હતાં. જેથી તેઓ કારમાંથી પત્નીને સલામત રીતે બહાર કાઢી બહાર નીકળ્યાં હતાં. અને કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં આગ લાગતાં રસ્તા પરથી પસાર થતાં લોકોને ફરી આંદોલનનો અહેસાસ થયો હતો. જો કે, પોલીસે કારના કાચ તોડી નાખીને મોટી દુર્ઘટના ન થાય તેની તકેદારી લીધી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ સંપૂર્ણ બળીને ખાક થઈ હતી. પેટ્રોલ કારમાં ક્યા સંજોગોમાં આગ લાગી તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/T-odJQAA

📲 Get Surat News on Whatsapp 💬