[surat] - હાલોલમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા, PM રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

  |   Suratnews

હાલોલમાં ટીવી શોમાં દર્શાવાતી નાટકીય ક્રાઈમ પેટ્રોલ સ્ટોરી જેવી સત્ય ઘટના બનવા પામી છે. 10 ઓગસ્ટના રોજ કંજરી રોડ પર આવેલી શિવજીપાર્ક સોસાયટીમાં રહેતી ગ્રેજ્યુએટ યુવતીનો ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યાનો બનાવ બન્યો હતા.

હાલોલ કંજરી રોડ પર આવેલી 13 શિવજીપાર્ક સોસાયટીમાં રહેતા સરદારભાઈ રાજપૂત તા.10 ઓગસ્ટના રોજ નોકરી પર ગયા હતા. દરમિયાન તેમની પાંચમી પુત્રી ગાયત્રી ઉ.વ. 21 એકલી ઘરે હતી. સ્કૂલેથી આવેલા નાનો ભાઈ દર્શન આવતા રૂમમાં ગાયત્રી બેહોશ હાલતમાં પડી હતી. દર્શને પિતા સરદારભાઈને ફોનથી જાણ કરી હતી. અને તેઓ એમ્બ્યુલન્સમાં ગાયત્રીને રેફરલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબે ગાયત્રીને મૃત જાહેર કરી હતી. પરિવારજનોએ ગાયત્રીએ આત્મહત્યા નહીં પણ તેણીની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત હતી. પી.આઇ બી.આર ગોહિલે હત્યાની થિયરી પર તપાસ શરૂ કરી હતી. પોલીસની આધુનિક ઢબની તપાસમાં જાણવા મળ્યું કે, થોડા સમય પહેલા જ ગાયત્રીના સુરત ખાતે રેલ્વેમાં ફરજ બાજવતા યુવાન સાથે લગ્ન નક્કી થયા હતા, તો બીજી તરફ ગાયત્રીએ નજીકની સોસાયટીમાં રહેતો કુલદીપ નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. તો ત્રીજા યુવક હાલોલ તાલુકાના વરસડાના મનોજ દિલીપસિંહ સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો. ઘણા સમયથી ગાયત્રીએ તેની સાથે બોલચાલ બંધ કરી દેતા મનોજ ધુવાફુવા થઈ ગયો હતો, બનાવની સાંજે સાંજે ગાયત્રી અને કુલદીપે ભાગી જવાનો પ્લાન ઘડી કાઢીયો હતો. જેની ગંધ મનોજને આવી જતા તેણે ગાયત્રીના ઘરે પોહચી જઈ ગાયત્રી કઈ સમજે તે પહેલાજ પાછળથી તેનું ગળું દબાવી હત્યા કરી હતી. મનોજ સ કંજરી રોડ પર ઉમા સોસાયટી નજીકના સીસીટીવી કેમેરામાં તેની ચહલ પહલ આબાદ કેદ થઈ ગઈ હતી. પોલીસે મનોજને સીસી ટીવી ફૂટેજ સહિતના પુરાવા બતાવતા મનોજ ભાંગી પડી ગુન્હાની કબૂલાત કરી હતી. પોલીસે ગાયત્રીની હત્યાના બનાવમાં મનોજની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nIpj5QAA

📲 Get Surat News on Whatsapp 💬