[surat] - 12 વર્ષની બાળકી માતા બનવાની ઘટનામાં પિતા સહિત બેને DNA ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લવાયા

  |   Suratnews

પિતા સહિત બેને ડીએનએ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા પીડિતના પરિવારજનોએ ઘેરી લીધા

સુરતઃ ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો કાકરાપાર વિસ્તારમાં બન્યો હતો. જેમાં 12 વર્ષની બાળકીએ 20 ઓગસ્ટના રોજ બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકીની માતાએ મામાના પુત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની શંકા દર્શાવતી ફરિયાદ બાદ બાળકીના પિતા સામે પણ શંકા દર્શાવી હતી. જેથી બંનેને પોલીસ ડીએનએ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં પીડિતના પરિવારજનોએ પોલીસને ઘેરી લીધા હતા.

બીજીવાર ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા

બાળકીની માતાએ તા. 27-6-18ના રોજ કાકારાપાર પોલીસ મથકમાં પોતાની બાળકી પર તેના મામાના પુત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની શંકા દર્શાવતી ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન 20 ઓગસ્ટના રોજ બાળકીએ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે જ્યારે બાળકીની માતાનું નિવેદન નોંધ્યું ત્યારે માતાએ બાળકીના પિતા સામે પણ શંકા દર્શાવી હતી. જેથી પોલીસ બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી. અને વ્યારા ખાતે ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં કરવામાં આવ્યા હતા. જોકે, પીડિતની માતાઅને નાનીએ પોતાની સામે ડીએનએ ટેસ્ટ કરવાની માંગણી કરી હતી. આજે(મંગળવાર) તાપી પોલીસ બંને આરોપીઓને લઈને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. અને ડીએનએ ટેસ્ટ માટેની કાર્યવાહી શરૂ કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DFCDugAA

📲 Get Surat News on Whatsapp 💬