[vadodara] - મહિલા સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત થતાં પતિનો આપઘાત

  |   Vadodaranews

ક્રાઇમ રિપોર્ટર. વડોદરા | રસુલાબાદના મહિલા સરપંચ સામે સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જોકે તાલુકા ટીડીઓની હાજરીમાં મીટીંગ થાય તે પહેલાજ મહિલા સરપંચના પતિ અને સભ્ય એવા પૂર્વ સરપંચે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય મુકેશ ઉર્ફે બળવંતભાઇએ વિકાસના કામો અન્ય સભ્યોની જાણ બહાર કરી લેતા દરખાસ્ત મૂકાયાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પત્ની સરપંચ અને પતિ સભ્ય હતા : દરખાસ્ત અંગે મિટિંગ થાય તે પહેલાં જ માજી સરંપચે ઝેર પી લીધું

શહેર નજીક આવેલા વાઘોડીયા તાલુકાના રસુલાબાદ ગામના માજી સરપંચ મુકેશભાઇ ઉર્ફે બળવંત નગીનભાઇ રોહિત રસુલાબાદ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે હોદ્દો ધરાવતા હતા. મુકેશભાઇ પાંચ વર્ષ સુધી રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ પણ રહીં ચુક્યાં છે. છેલ્લા દોઢ વર્ષથી મુકેશભાઇના પત્ની કોકીલાબેન રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ છે. આ સમયગાળા દરમિયાન મહિલા સરપંચે સરકારી માટીના કામ તેમજ ગામના વિકાસના કામો બોરાબાર કરી નાખ્યાં હોવાથી ગ્રામ પંચાયતના સભ્યોમાં ભારે નારાજગી વ્યાપી હતી. જોકે આ વાતને હજી સુધી પોલીસ દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wSIkFwAA

📲 Get Vadodara News on Whatsapp 💬