[vadodara] - વીએસઇ સપ્ટેમ્બર માસથી નોરફલોક સર્વિસ લિ. બનશે
સોમવારે મળેલી એ.જી.એમની મિટીંગમાં વી.એસ.ઇના સભ્યોની હાજરીમાં બહુમતી સભ્યો દ્વારા વી.એસ.ઇનું નામ નોરફ્લોક ટેકનોલોજી સર્વિસીસ લી. કરવાની પ્રક્રિયા પાસ કરવામાં આવી હતી.જેને કારણે આગામી સપ્ટેમ્બર માસમાં વી.એસ.ઇનું નામ બદલાશે અને નવું મેનેજમેન્ટ બોડી કાર્યભાર સંભાળશે.
વી.એસ.ઇ.ના અગ્રણી જગદીશ ઠક્કરે જણાવ્યું હતું કે 2015માં માન્યતા રદ કર્યા બાદ,વી.એસ.ઇ નામ ન વાપરી શકાય તવો આદેશ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ સેબી બોર્ડને અલગ-અલગ નામો મોકલાયા હતા. જેમાં વી.એસ.ઇ ટોકનોલોજી સર્વિસીસના નામ જુના નામ જેવું લાગવાને કારણે તેને રીજેક્ટ કરવામાં આવ્યું હતું.જેથી બીજુ નામ નોકફ્લોક ટેકનોલોજી સર્વિસીસ લિ. ફાઇનલ કરાયું હતું.નામ એ.જી.એમ બેઠક બોલાવીને 60 દિવસમાં ફાઇનલ કરવાનું હતું.વી.એસ.ઇ નું સેબી એક્ટમાંથી નિકળીને કંપનીઝ એક્ટ-13 પ્રમાણે કામ કરવાનું હતું.સોમવારે મળેલી બેઠકમાં બહુમતી દ્વારા નામ બદલવાની પ્રક્રિયાને લીલી ઝંડી આપવામાં આવી હતી.સિંગાપોરની ટેકનોલોજીના માધ્યથી ટ્રેડીંગ કરી શકાશે.આર્ટિકલ ઓફ એસોશિયેશન સેબી એક્ટ પ્રમાણે ની જગ્યાએ કંપનીઝ એક્ટ પ્રમાણે કરવામાં આવશે.આગામી દિવસોમાં મિનિસ્ટ્રીઝ ઓફ કોર્પોરેટ અફેયર્સને પ્રપોઝલ મોકલવામાં આવશે.ત્યાર બાદ સિંગાપોરની કંપનીમાં શેર ટ્રાન્સફર થશે અને રોકાણકારોને તેમના પૈસા પાછા મળશે.29 સપ્ટેમ્બર સુધી એ.જી.એમ મળશે.તેમાં નવા ડાઇરેક્ટર ચુંટાશે.કંપની દ્વારા ટેકનીકલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ii_pdgAA