[vadodara] - વડોદરામાં જગદીશ ફરસાણના લાડુ ખાધા બાદ બે બાળકોને ફૂડ પોઇઝનિંગ, ફૂ઼ડ વિભાગે કર્યું ચેકિંગ
વડોદરા: વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી જગદીશ સ્વિટ એન્ડ ફરસાણની દુકાનમાંથી રક્ષાબંધન માટે શનિવારે ખરીદેલા બુંદીના લાડુ આરોગતા બે બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. બાળકોના પિતાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરતા આજે જગદીશ સ્વિટ્સ એન્ડ ફરસાણની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા વિવિધ મીઠાઇ-ફરસાણના નમૂના લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરામાં જગદીશ ફરસાણના લાડુ ખાધા બાદ બે બાળકોને ફૂડ પોઇઝનિંગ
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી એ-301, અંબિકા હાઇટ્સમાં પ્રજ્ઞેશભાઇ ડી. પટેલ પરિવાર સાથે રહે છે. ગત રક્ષાબંધનના પર્વ માટે ગત શનિવારે તેમના પરિવાર દ્વારા સમા-સાવલી રોડ પર આવેલી જગદીશ સ્વિટ એન્ડ ફરસાણ નામની દુકાનમાંથી બુંદીના લાડુ ખરીદ્યા હતા. જે લાડુ તેઓના બે બાળકો સ્નેહ અને નેત્રાએ આરોગતા તેઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XwEeYwAA