[vadodara] - વડોદરામાં દર્દીના મોત બાદ પરિજનોની હોસ્પિટલમાં તોડફોડ, તબીબોની નિષ્કાળજીનો આક્ષેપ
વડોદરાઃ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા બરોડા ઇમેજિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. વૃદ્ધનું મોત તબીબોની નિષ્કાળજીના કારણે થયું હોવાનો પરિવારજનોએ હોબાળો મચાવી સેન્ટરમાં તોડફોડ કરી હતી.
વડોદરામાં દર્દીના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મામાની પોળમાં 63 વર્ષિય યશવંતભાઇ શાહ રહેતા હતા. તેઓને મંગળવારે પેરાલીસીસ એટેક આવતા તુરંત જ તેઓને બરોડા ઇમેજિંગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. યશવંતભાઇનું મોત નીપજતાં પરિવારજનો રોષે ભરાયા હતા. અને પરિવારજનના મોત માટે તબીબો જવાબદાર હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. આ સાથે તેઓઓ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
મોતને ભેટેલા યશવંતભાઇ શાહના દીકરી વૈશાલીબહેન શિતોએ પિતાના મોત માટે હોસ્પિટલના દર્દીઓને જવાબદાર ગણાવતા જણાવ્યું હતું કે, પિતાને સમયસર સારવાર ન મળતા તેઓનું મોત નીપજ્યું છે. તો બીજી બાજુ હોસ્પિટલના સત્તાધિશોએએ યશવંતભાઇ શાહના મોત અંગે પરિવારજનોએ મુકેલા આક્ષેપને વખોડી કાઢ્યો હતો. અને જણાવ્યું હતું કે, તબીબોની નિષ્કાળજીથી યશવંતભાઇનું મોત નીપજ્યું નથી....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IcfqwAAA