[vadodara] - વિશ્વની પ્રથમ સંસ્કૃત દીવાલનું વડોદરામાં લોકાર્પણ, નામ અપાયુ ‘સંસ્કૃત યાત્રા’
વડોદરાઃ વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે બનેલી વિશ્વની પ્રથમ સંસ્કૃત દીવાલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દીવાલને સંસ્કૃત ભારતી દ્વારા ‘સંસ્કૃત યાત્રા’ નામ અપાયું છે. આ દીવાલ પર વેદકાળથી લઇને આધુનિક કાળ સુધીના ચિત્રો, શ્લોકો અને વસ્તુઓના નામ લખવામાં આવ્યા છે. આ દીવાલનો હેતુ લોકોને સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃત કરવાનો છે.
વિશ્વની પ્રથમ સંસ્કૃત દીવાલનું વડોદરામાં લોકાર્પણ
વડોદરા શહેરમાં બનેલી વિશ્વની પહેલી સંસ્કૃત દીવાલનું આજે ચિન્મય મિશનના આચાર્ય પૂ. દેવેશાનંદજી અને અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સર સયાજીનગર ગૃહની સામે દિવાલ પર આઠ દિવસમાં એક જ કલાકારે સૃષ્ટિની ઉત્પતિ, વેદો, ઉપનિષદો, પુરાણ લેખન, શ્રીમદ ભગવતગીતા, અભિજ્ઞાન શાકુંતલ સહિતના વિષય પર ચિત્ર તૈયાર કર્યું હતું....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/DqkvhwAA