[vadodara] - સુભાનપુરામાં 7 ઇમારતની પાર્કિંગની જગા ખુલ્લી થઇ

  |   Vadodaranews

મહાનગર પાલિકા દ્વારા શહેરના સુભાનપુરા રોડ પર 7 મિલકતોનું પાર્કિંગ ખુલ્લું કરાયું અને 14 ને નોટિસ આપવામાં આવી છે તથા રૂ. 97,400 રૂપિયાની પેનલ્ટી પણ કરવામાં આવી છે. માણેકપાર્કથી સરદાર એસ્ટેટ ચાર રસ્તાના રોડ પર પણ 6 મિલકત ધારકોને નોટિસો અપવામાં આવી છે.

કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખા દ્વારા ઇલોરાપાર્ક કલ્પતરુ ત્રણ રસ્તાથી દશામાના મંદિર સુધીના સુભાનપુરા રોડ તરફ કુલ 7 મિલકતો,કોમ્પ્લેક્ષમાં આશરે 1200 ચો.મી. પાર્કિંગ ખુલ્લું કરવામાં આવેલ છે તથા પાર્કિંગની વિસંગતતા સંદર્ભે રૂ. 97,400 ની પેનલ્ટી કરવામાં આવેલ છે. જેમાં કપિરાજ કોમ્પ્લેક્ષ,શીતલ એપાર્ટમેન્ટ,બ્લોક નં.1,ગંગા જમના સોસાયટી, પૂજેર કોમ્પ્લેક્ષ, સિટી કોમ્પ્લેક્ષ, વિમલનાથ કોમ્પ્લેક્ષ- શિવાલી ફાસ્ટ ફૂડ,મફતલાલ ફેમિલી શોપ,પંજાબીખાના,વર્ધમાન કોમ્પ્લેક્ષ, ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણનો સમાવેશ થાય છે. તદ્ ઉપરાંત વ્યવસ્થા રાખવા સંદર્ભે ઇલોરાપાર્ક ત્રણ રસ્તાથી દશામાના મંદિર સુધીનો સુભાનપુરા રોડ જમણી બાજુ પર આવેલ કુલ 14 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી જેમાં વિઠ્ઠલેશ એવન્યુ,બી-1 ગાંધીનગર સોસાયટી, બી-2 ગાંધીનગર સોસાયટી, સીતારામ કોમ્પ્લેક્ષ, લકુલેશ ટી.વી.એસ, બી.એમ.સી.ચેમ્બર્સ, શિવાલય કોમ્પ્લેક્ષ,જીવન જ્યોત હોસ્પિટલ, જગન્નાથપુરી કોમ્પ્લેક્ષ,પાવર્તી શોપિંગ સેન્ટર, શિશા બજાજ રાધિકા એપાર્ટમેન્ટ, મનહર પાર્ક સોસાયટી, સિલ્વર એપાર્ટમેન્ટ તથા માણેકપાર્કથી સરદાર એસ્ટેટ સુધીના રસ્તામાં સાકાર કોમ્પ્લેક્ષ, જીનવાલા હાઉસ,રિયલ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ, અર્થ આઇકોન,ન્યુ.વી.આઇ.પી.રોડ, જગદીશ ફરસાણ, ન્યુ વી.આઇ.પી રોડ, કિષ્ણા હોસ્પિટલને નોટિસો આપવામાં આવેલ છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9HwPTwAA

📲 Get Vadodara News on Whatsapp 💬