[vadodara] - 'હું મરૂ છું, તો પિંકી પણ જીવતી ન હોવી જોઇએ': અંતિમ ચિઠ્ઠી લખી વડોદરામાં યુવાનનો આપઘાત
વડોદરા: પ્રેમિકાના મંગેતર અને તેના પરિવારજનો તરફથી મળી રહેલી ધમકીથી ગભરાઇ ગયેલા તરસાલી ચંદ્રનગર સોસાયટીના આશાસ્પદ યુવાને સોમવારે સાંજે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આપઘાત પૂર્વે યુવાને મામા-મામીને સંબોધીને અંતિમ સુસાઇટ નોટ લખી હતી, જેમાં યુવાને લખ્યું હતું કે, હું મરૂ છું, તો પિંકી(નામ બદલ્યુ છે) પણ જીવતી ન હોવી જોઇએ.
અંતિમ ચિઠ્ઠી લખી વડોદરામાં યુવાનનો આપઘાત
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી 115, ચંદ્રનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુ ઉર્ફ આકાશ પ્રવિણભાઇ સોલંકી (ઉં.વ.20)એ પોતાના ઘરના બેડરૂમમાં ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આકાશે આપઘાત પૂર્વે લખેલી સુસાઇટ નોટ મળી આવી છે. જેમાં તેણે તેના મામા-મામીને સંબોધીને લખ્યું છે કે, આજે આત્મહત્યા કરૂ છુ. તેનુ કારણ પિંકી અને નિખિલ જ છે. એટલે આજે મામા તમને જે પણ તકલીફ થાય તો સોરી, સોરી મમ્મી, સોરી પાપા, સોરી પાયલ, સોરી મામી, સોરી મામા, હું મરું છું તો પિંકી પણ જીવતી ન હોવી જોઇએ. આ જવાબદારી તમને દઉ છુ. મામા મારી મમ્મી અને પપ્પાને સાચવજો. બાય.......
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vxUknAAA