[vadodara] - USFDAના અધિકારીઓની સરપ્રાઇઝ વિઝિટથી હલચલ
શહેર નજીક હાલોલ ખાતે આવેલ સનફાર્મા કંપનીના પ્લાન્ટમાં યુ.એસ.એફ.ડી.એ.ના ચાર અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હોવાની વાત સોમવારે ચર્ચાઇ રહી છે.થોડાક સમય પહેલાં સનફાર્મા કંપનીને અમેરિકામાં સપ્લાય કરાયેલા ટેસ્ટોસ્ટેરોન સિપિયોનેટના 5 હજાર જેટલા વાયલ ખામીને કારણે પાછા ખેંચવા પડ્યા હતા.અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવાને કારણે બિઝનેસ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં આવેલી અને દવાઓનો વિદેશ નિકાસ કરતી અગ્રણી કંપનીઓમાં સનફાર્માનો સમાવેશ થાય છે.યુ.એસ.એફ.ડી.એના ચાર જેટલા અધિકારીઓએ સનફાર્મા કંપનીના હાલોલ ખાતે આવેલા પ્લાન્ટની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી તેવો અહેવાલ ઇ.ટી.માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.હાલોલ ખાતે આવેલા પ્લાન્ટમાં ટેબ્લેટ, ઓઇનમેન્ટ તથા ઇન્જેક્શન બનાવવામાં આવે છે.અમેરિકાની રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ સરપ્રાઇઝ વિઝિટ અંગે કોઇ સત્તાવાર માહિતી જાણવા મળી નથી.જો કે રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા સરપ્રાઇઝ વિઝિટ અંગે ચર્ચા ચાલી રહી છે કે અગાઉ પી.એ.આઇ (પ્રી- એપ્રુવલ ઇન્સ્પેકશન) અથવા તો જી.એમ.પી (ગુડ્સ મેન્યુફેક્ચરિંગ પ્રેકટિસીસ) ની કાર્યવાહી અંતર્ગત પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોય....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ciLNkgAA