[valsad] - અટકપારડી ડબલમર્ડર કેસ, હત્યારો પોલીસ પહોંચ બહાર

  |   Valsadnews

તિથલ સ્વામીનારાયણ મંદિરેથી ગત 22મી જુલાઈએ સાંજની રવિસભા ભરી ઘરે પરત ફરતા અટકપારડીના કિરણભાઈ અને જાગુબેનને તેના જ સગાભાઈ સતિશ અને તેની સાથેના ત્રણ સાગરીતોએ તીક્ષ્ણ હથિયાર છરાના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ હતી. જોકે, આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીમાં મરનારનો સગો નાનોભાઈ સતિશ બાબુ પટેલ, તેનો મિત્ર જિતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલ અને દહાણુના ફૈયાઝખાન સાઝીદખાનને વોચ ગોઠવી પકડી પાડ્યા હતા. આ કેસમાં સંડોવાયેલો આરોપી શકીલ પોલીસ પક્કડથી દૂર રહેતાં તેને ઝડપી પાડવા વલસાડ પોલીસની એક ટીમે દહાણુની આસપાસનો વિસ્તાર ખૂંદી કાઢ્યો હતો. ડબલમર્ડર કેસની તપાસ દરમિયાન પોલીસને દહાણુ નજીકના વણગામ પાસે અવાવરૂ સ્થળેથી બંધ હાલતમાં એક સફેદ કલરની વલસાડ પાર્સિંગની સ્કોર્પિયો ગાડી નજરે પડી હતી. પોલીસ આ ગાડી ને ટોઈંગ કરી વલસાડ લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અટકપારડી ડબલમર્ડર કેસમાં સંડોવાયેલો શકીલ છેલ્લા એક માસથી પણ વધુ સમયથી વલસાડ પોલીસને ભરચોમાસે પરસેવો પડાવી રહ્યો છે. તેને ઝડપી પાડવા પોલીસે દહાણું સહિતનો આસપાસનો વિસ્તાર ખૂંદી કાઢ્યો પરંતુ શકીલ હાથ લાગતો નથી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wcIr3AAA

📲 Get Valsad News on Whatsapp 💬